અમદાવાદમાં સિને પ્રાઈડ-મિરાજ મલ્ટિપ્લેક્સ અને હોસ્પિટલ સહિત 8 મિલકતો સીલ:10 મલ્ટિપ્લેક્સમાં અને 103 હોસ્પિટલમાં ચેકિંગ, બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી ના હોય તેને નોટિસો

Dec 7, 2025 - 11:26
 0  2
અમદાવાદમાં સિને પ્રાઈડ-મિરાજ મલ્ટિપ્લેક્સ અને હોસ્પિટલ સહિત 8 મિલકતો સીલ:10 મલ્ટિપ્લેક્સમાં અને 103 હોસ્પિટલમાં ચેકિંગ, બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી ના હોય તેને નોટિસો
અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ અને હાથીજણમાં આવેલા કુલ ત્રણ મલ્ટિપ્લેક્સ તેમજ વસ્ત્રાલ અને ઓઢવ વિસ્તારમાં આવેલી કુલ પાંચ જેટલી હોસ્પિટલોને સીલ મારવામાં આવી છે. બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટીને લઈને નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને મિલકતોમાં ચેકિંગ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતોમાં ચેકિંગ કરી નોટિસ આપી કાર્યવાહી કરી હતી પરંતુ ફરી એકવાર 50થી વધારે લોકો જાય એક સાથે ભેગા થતા હોય એવી બિલ્ડીંગોમાં તપાસ કરી છે જેમાં હોસ્પિટલો અને મલ્ટિપ્લેક્સ વગેરે જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. 10 મલ્ટિપ્લેક્સમાં અને 103 હોસ્પિટલમાં ચેકિંગ AMC પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 103 હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 13 હોસ્પિટલોમાં માન્ય બી.યુ. રજુ કરવા નોટિસો આપવામાં આવી હતી. જે હોસ્પીટલ બિલ્ડીંગ પાસે માન્ય વપરાશ પરવાનગી ન હોય તેવી 5 હોસ્પિટલ બિલ્ડીંગોને સીલ કરવામાં આવેલી છે. પૂર્વ વિસ્તારમાં 10 જેટલા મલ્ટિપ્લેક્સમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ મલ્ટિપ્લેક્સને માન્ય બી.યુ. રજુ કરવા નોટિસો આપવામાં આવી છે. જે મલ્ટિપ્લેક્સ બિલ્ડીંગ પાસે માન્ય વપરાશ પરવાનગી ન હોય તેવા 3 મલ્ટિપ્લેક્સને સીલ કરવામાં આવી છે. આ 8 મિલકતો સીલ

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 1